Suvichar Gujarati: નમસ્કાર મિત્રો, કેમ છો? આશા કરીએ છીએ કે તમે બધા એકદમ મજામાં અને સ્વસ્થ હશો. મિત્રો આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ Gujarati Suvichar with Images!
સુવિચાર એટલે “સારા વિચારો”. જો વિચારો સારા હશે તો ચોક્કસ માણસ પણ સારો બનશે. બધો જ ખેલ વિચારોનો છે. કહેવાય છે કે તમે જેવું વિચારશો તેવા બની જશો!
એટલા માટે હંમેશા સારા વિચારો અને ઉચ્ચ આચરણ રાખવું જોઈએ. નબળા અને કુટિલ વિચારો માણસ ને નકામો બનાવી દે છે. હવે પ્રશ્ન એ છે કે સારા વિચારો માટે શું કરી શકાય.
સૌ પ્રથમ તો આપ સારા વ્યક્તિ નાં સંપર્ક માં રહી શકો છો, જે વ્યક્તિ પોઝેટીવ હશે તો તમે પણ પોઝેટીવ રહી શકશો. બીજું કે આપ સારા પુસ્તકો વાંચી શકો છો અને સારા મોટીવેશન નાં વિડીયો પણ જોઈ શકો છો.
વધુ માં આપ અમારા Suvichar Gujarati ને રોજીંદા જીવન માં અમલી બનાવી ને એક સારા વ્યક્તિ બની શકો છો. વિચારો માટે એક સારા બીજ નું હોવું જરૂરી છે જે અમે અહીં તમને Gujarati Suvichar દ્વારા પૂરું પાડીએ છીએ.
અમને વિશ્વાસ છે કે આપને અમારા આ Suvichar Gujarati Collection જરૂર પસંદ આવશે. આપના મિત્રો અને ફેમેલી મેમ્બર સાથે શેયર કરવાનું ભૂલતા નહિ. જો તમારા કોઈ પ્રશ્ન કે અભિપ્રાય હોય તો અમને અહીં લખી મોકલો.
Gujarati Suvichar Collection વાંચવાનો આનંદ લો. Shayari Collection સાથે જોડાવા બદલ આપનો ખુબ ખુબ આભાર. આપનો દિવસ શુભ રહે. જય શ્રી રામ!
આ પણ વાંચો: Struggle Motivational Quotes In Hindi | 181+ स्ट्रगल मोटिवेशनल कोट्स
Suvichar Gujarati
સમય સમય ની વાત છે આજે લોકો જેને રંગ કહે છે,
તેને કાલે ડાઘ કહેશે!
સામાન્ય માણસનું મહાન બનવું એ તો સામાન્ય છે પણ,
મહાન બન્યા પછી સામાન્ય બની રહેવું એ ખરેખર અઘરું છે!
લોકોની ટીકાથી તમારો માર્ગ ન બદલતા કારણ કે,
સફળતા શરમ થી નહીં સાહસથી જ મળશે!
એક સુખી જીવન જીવવા માટે માણસને
સાધુ નહી સીધુ થવાની જરૂર છે!
જિંદગી મને રોજ શીખવે કે જીવતા શીખ,
એક સંધાતા તેર તૂટે તો પણ સિવતા શીખ!
આ પણ વાંચો: Friendship Shayari In Hindi | 187+ दोस्ती के लिए शायरी हिंदी में
ગીતામાં લખ્યું છે નિરાશ ન થાઓ,
તમારો સમય નબળો છે તમે નહીં!
દુનિયામા સૌથી વધારે ગરમ વસ્તુ હોય તો તે પૈસો છે,
કારણ કે તે સારામાં સારા સંબંધોને બાળી નાખે છે!
બહુ સારો સ્વભાવ પણ સારો નહિ કેમ કે,
પછી એ નથી સમજાતું કે તમારી કદર થઇ રહી છે કે ઉપયોગ!
મૂર્ખાઓ પાસેથી વખાણ સાંભળવા કરતા,
બુદ્ધિશાળી વ્યક્તિ નો ઠપકો સાંભળવો ફાયદાકારક છે!
તમારી કુશળતા પર દરેક વ્યક્તિ ત્યાં સુધી ભરોસો નહી કરે,
જ્યાં સુધી તમે સફળ નહી બનો!
આ પણ વાંચો: Zindagi Shayari In Hindi | 149+ जिंदगी शायरी हिंदी में
Gujarati Suvichar
જે વ્યક્તિ પોતાની ભૂલો માટે પોતાની સાથે,
લડે છે તેને કોઈ હરાવી શકતું નથી!
જ્યારે તમે એકલા હોવત્યારે તમારા વિચારો ઉપર કાબુ રાખો,
અને જ્યારે તમે બધાની સાથે હોવ ત્યારે તમારી જીભ ઉપર કાબુ રાખો!
આ યાદશક્તિ પણ ગજબ છે કોઈ કહે તો યાદ ન રહે,
અને કોઈ કહી જાય તો ભુલાતુ નથી!
અનુમાન આપણા મનની કલ્પના છે,
અને અનુભવ આપણા જીવનનો પાઠ છે!
જ્યારે તમને લાગે કે બધું તમારી વિરુદ્ધ થઈ રહ્યું છે ત્યારે યાદ રાખો કે વિમાન ને
ઉપર જવા માટે પવનની વિરુદ્ધ જવું પડે છે નહી કે પવન સાથે!
આ પણ વાંચો: Alone Shayari In Hindi | 201+ बेस्ट अलोन शायरी हिंदी में
જો તમારે સફળતા જોઈતી હોય તો તમારી
જાતને નિયંત્રણમાં રાખો બીજાને નહીં!
વિશ્વના સૌથી સુખી લોકો ને એ સમજાયું છે કે,
બીજા પાસેથી કંઈપણ અપેક્ષા રાખવી નિરર્થક છે!
જીંદગી પણ કેવી અજીબ થઈ ગઈ છે,
ખુશ દેખાવું એ ખુશ રહેવા કરતા પણ વધારે જરૂરી છે!
મૂળ વગરના વૃક્ષ ને વિશ્વાસ વગર ના સબંધ,
વધુ સમય ટકતા નથી!
વ્યક્તિએ ક્યારેય તકની રાહ જોવી જોઈએ નહીં,
કારણ કે આજે જે છે તે સૌથી મોટી તક છે!
આ પણ વાંચો: Dil Ibadat Lyrics In Hindi | दिल इबादत | Tum Mile Lyrics | KK
Suvichar In Gujarati
જેમ કાલનું દૂધ આજે દહીં બને છે તેમ ભૂતકાળના કર્મો
આજે નસીબ બનીને પ્રગટ થાય છે!
ઈતિહાસ સાક્ષી છે સમાચાર હોય કે કબર હોય,
ખોદનાર હંમેશા આપણા જ હોય છે!
મૃત્યુ પછી આપેલા વખાણ અને દિલના દુઃખ પછી માંગેલી માફી,
આ બંનેનું કોઈ મહત્વ નથી!
સખત મહેનત કરો, ધીરજ રાખો પરિણામ સમય જતાં મળે છે,
રાતોરાત કઈ નહિ મળે, તમારો સમય જરૂર આવશે!
મુશ્કેલ સમયમાં સાથ આપવાના બદલે જ્ઞાન આપે,
એવા લોકોથી હંમેશા દુર રહેવું!
આ પણ વાંચો: True Love Love Shayari | 189+ सच्चे प्यार पर शायरी
કિંમતી તો ઘણુ બધુ હોય છે જીવન માં,
પણ દરેક વસ્તુ ની કિંમત ફકત સમય જ સમજાવી શકે છે!
સફળતા માટે કોઈ મંત્ર નથી,
આ માત્ર મહેનતનું પરિણામ છે!
કોઈ ભલે ગમે તેટલું કહે તમારી જાતને શાંત રાખો,
કારણ કે સૂર્ય ગમે તેટલો મજબૂત હોય તે સમુદ્રને સૂકવી શકતો નથી!
વિચારેલું કદી થતું નથી, ગમતું હોય તે મળતું નથી, મળે છે તે ગમતું નથી,
અને ગમતું મળે એ ટકતું નથી બસ એનું નામ જિદગી!
સૂર્ય ઉગતાની સાથે જ અંધકાર મટી જાય છે,
તેમજ મનની ખુશી બધા અવરોધોને દૂર કરે છે!
આ પણ વાંચો: Attitude Shayari For Girls In Hindi | 121+ लड़कियों के लिए ऐटिटूड स्टेटस
Good Morning Gujarati Suvichar
વાવી ને ભુલી જવાથી તો છોડ પણ સુકાઈ જાય સાહેબ,
સંબધો સાચવવા હોય તો એક બીજા ને યાદ કરવુ પણ જરુરી છે!
સમસ્યાઓ એટલી શક્તિશાળી કદી નથી કારણ કે,
કાળી રાત ગમે તેટલી લાંબી હોય પણ સવાર જરૂર અંધકાર હટાવે છે!
માટીની ભીનાશ જેમ વૃક્ષને પકડી રાખે છે તેમ,
શબ્દોની મીઠાસ મનુષ્યના સંબંધોને સાચવી રાખે છે!
બધાની સેવા કરો પણ કોઈની પાસેથી કંઈ અપેક્ષા ન રાખો,
કારણ કે સેવાની સાચી કિંમત ભગવાન જ આપી શકે છે, માણસો નહિ!
બધુ ઉછીનું હોય તો ચાલે પણ,
અનુભવ તો પોતાનો જ હોવો જોઇએ હો!
આ પણ વાંચો: Success Motivational Shayari In Hindi | 189+ सफलता की मोटिवेशनल शायरी हिंदी में
વાત કરવાથી જો વાત બની જતી હોય તો વાત કરી લેવી જોઈએ,
ચૂપ રહેવાથી સંબંધો બગડી જતા હોય છે!
સપના એટલે પગથિયાં વિનાની સીડી,
સંકલ્પ એટલે નિશ્ચિત કરેલાં પગથિયાં!
જે વ્યક્તિને સંતોષ નથી,
તેને ગમે તેટલું મળે તો પણ અસંતુષ્ટ જ રહેશે!
જેના માં ખોટ ખાવાની તાકાત હોય ને,
એ જ નફો કરી શકે પછી એ ધંધો હોય કે સબંધ!
જીવન તમને હંમેશા બીજો મોકો જરૂર આપે છે,
જેને આપણે ઉગતી સવાર તરીકે ઓળખીયે છીએ!
આ પણ વાંચો: 2 Line Love Shayari In Hindi | 121+ बेस्ट दो लाइन लव शायरी हिंदी में
Life Suvichar Gujarati
વ્યક્તિએ છેલ્લા શ્વાસ સુધી પ્રયત્ન કરવો જોઈએ,
કાં તો લક્ષ્ય પ્રાપ્ત થશે અથવા અનુભવ બંને સારો છે!
પૈસા ન હોય ત્યારે ખર્ચામાં અને,
જ્ઞાન ન હોય ત્યારે ચર્ચામાં મર્યાદા રાખવી બહુ જરૂરી છે!
કયારેક શાંતિથી બેસવાનું પણ રાખો,
જિંદગી જીવવાની છે જીતવાની નથી!
ઈચ્છાઓને શાંત કરવાથી નહિ,
પણ તેને મર્યાદિત કરવાથી જ શાંતિ મળશે!
જીવન એ વર્તમાન ક્ષણમાં જીવવા વિશે છે,
ભૂતકાળને જવા દો અને ભવિષ્ય વિશે ઓછી ચિંતા કરો!
આ પણ વાંચો: Good Morning Shayari In Hindi | 251+ बेस्ट गुड मोर्निंग शायरी हिंदी में
ધારેલું ના મળે, મળેલું ના ગમે
અને ગમેલું ના ટકે એનું જ નામ જીવન!
જે સંબંધોમાં ઝેર ઓગળી ગયું હોય,
એ સંબંધોમાં અમૃત ભળે તો પણ મધુર બની શકતા નથી!
નમક જેવા બનવું, કોઈ વધારે ઉપયોગ પણ નહીં કરે,
અને તમારા વિના ચાલશે પણ નહી!
શોખ ઊંચા નથી અમારા,
બસ જિંદગી જીવવાની રીત અલગ છે!
બધા ધર્મગ્રંથોનો સાર એક જ છે,
કે તું તારું કામ કર્યે જા બીજાની ચિતા ન કર!
આ પણ વાંચો: Good Night Shayari In Hindi | 151+ बेस्ट गुड नाईट शायरी हिंदी में
Gujarati Ma Suvichar
ખુશ રહેતા શીખો,
કારણ કે સુખનો અભાવ દુનિયામાં નથી આપણી નજરમાં છે!
દુનિયા દેખાડો જોવે છે નિયત નહી,
ઈશ્વર નિયત જોવે છે દેખાડો નહીં!
આદર વ્યક્તિનું નથી, જરૂરિયાતનું છે,
જ્યારે જરૂરિયાત પૂરી થાય છે ત્યારે સન્માન સમાપ્ત થાય છે!
માણસ જીવનમાં ગમે તેટલો મોટો વેપારી બની જાય પરંતુ,
પોતાની તકલીફ વેંચી નથી શકતો, અને બીજાની શાંતિ ખરીદી નથી શકતો!
ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે,
નહિ તો આખી જિંદગી બસ યાચના કરવી પડે!
આ પણ વાંચો: Breakup Shayari In Hindi | 179+ बेस्ट ब्रेकअप शायरी हिंदी में
મોટા બન્યા પછી હાસ્યમાં થોડો ફરક આવ્યો છે,
પહેલા આવતું હતું, હવે લાવવું પડે છે!
નસીબદાર માણસને તમે દરિયામાં ફેંકી દેશો,
તો તે મોંઢામાં માછલી લઈ બહાર આવશે!
હોંશીયાર બનવા કરતા સમજદાર બનવું,
કારણ કે હોંશીયાર રસ્તા પરનાં કાંટાથી બચીને ચાલશે
જ્યારે સમજદાર રસ્તા પરનાં કાંટા વીણી લેશે!
જીવન માં કોણ આવ્યું ને કોણ ગયું એના કરતાં,
કોણ હજી પણ સાથે ઉભું છે એ વધારે મહત્વનું છે!
કોઈ પણ વ્યક્તિ કાયમ એક જેવી નથી રહેતી,
સમય સંજોગો અને લોકો તેને બદલવા માટે મજબૂર કરે છે!
આ પણ વાંચો: Bewafa Shayari In Hindi | 189+ बेस्ट बेवफा शायरी हिंदी में
Suvichar Gujarati Ma
જીંદગી ની કડવી પરંતુ સાચી હકીકત એ છે કે,
ખુશ દેખાવું એ ખુશ રહેવા કરતા પણ વધારે જરૂરી છે!
મુસીબતો વચ્ચે પણ હસતાં રહીશું
તો ચોક્કસ ઈશ્વરને ગમતા રહીશું!
તન મેલું થશે તો ધોઈ શકશો પણ મન મેલું થશે તો ક્યાં નહિ ધોવાય,
ભલે ને પછી ગંગા નદી માં ચોવીશ કલાક બેસી રહો!
વ્યક્તિએ ક્યારેય તકની રાહ ન જોવી જોઈએ,
કેમ કે જે આજે છે તે જ સૌથી મોટી તક છે!
નામ અને ઓળખાણ ભલે નાની હોય,
પણ આપણી પોતાની હોવી જોઈએ!
આ પણ વાંચો: Suvichar In Hindi | 151+ सबसे शानदार सुविचार हिंदी में
જેઓ સત્તાની બડાઈ કરે છે તેઓ જાણે છે કે,
બુદ્ધિથી બળ ક્યારેય બળવાન હોતું નથી!
કેટલું કમાવ છો તે તો બધા પૂછે છે પણ,
કેવી રીતે કમાવો છો તે તો કોઈ પૂછતું જ નથી!
અંધકાર ને દોષ આપવાં નું બંધ કરો,
એક નાનકડો દીવો પ્રગટાવવો તો તમારો માર્ગ દેખાતો થશે!
જીવન વિશે લખવા માટે,
પહેલા તમારે તેને જીવવું જોઈએ!
દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહિ,
પણ હેયામાં શું હતું એ મહત્વનું છે!
આ પણ વાંચો: Mood Off Shayari In Hindi | 171+ मूड ऑफ़ शायरी हिंदी में
Zindagi Gujarati Suvichar
ચિંતા ઉધઈ જેવી હોય છે જેના જીવનમાં ઘર કરી જાય,
એનો સર્વનાશ કરીને જ ઝંપે છે!
નથી ગમતું ઘણું પણ કૈક તો એવું ગમે છે,
બસ, એને કારણે આ ધરતીમાં રહેવું ગમે છે!
વ્યક્તિ ના કર્મો જ તેની સાચી ઓળખાણ હોય છે,
બાકી એક નામ ના હજારો લોકો હોય છે આ દુનિયા માં!
ફરિયાદ કરે એવું નહિ,
પરંતુ ફરી યાદ કરે તેવું જીવન જીવવું મહત્વપૂર્ણ છે!
કોઇ ૫ણ કાર્ય ત્યાં સુઘી અસંભવ લાગે છે,
જયાં સુઘી એ કાર્ય કરવામાં ન આવે!
આ પણ વાંચો: Badmashi Shayari in Hindi | 101+ खतरनाक बदमाशी स्टेटस
સુખ તો સવાર જેવું હોય છે સાહેબ,
માંગવાથી નહીં જાગવાથી મળે છે!
જે સમય વીતે ને તમને આનંદ મળે,
એ સમયની બરબાદી ન કહેવાય!
માન્યું કે સમય હેરાન કરી રહ્યો છે,
પરંતુ કેવી રીતે જીવવું તે પણ શીખવાડી રહ્યો છે!
ભેગા મળીને જીવે તે ગામડાની સંસ્કૃતિ,
પરંતુ ભેગું કરીને જીવે તે શહેરની સંસ્કૃતિ!
જો તમે સુરજની જેમ ચમકવા માંગો છો,
તો સુરજ ની જેમ તપતા શીખો!
આ પણ વાંચો: Maa Shayari in Hindi | बेस्ट माँ के लिए 150+ शायरी हिंदी में
Best Suvichar In Gujarati
સંકટ સમયે હિંમત રાખવી,
એ અડધી લડાઈ જીતવા બરાબર છે!
વરસાદ પહેલાં છત્રી ખોલવાનો કોઈ અર્થ નથી,
તેવી જ રીતે કાલ્પનિક મુસીબતો માટે પેહલાથી ચિતા કરવાનો કોઈ અર્થ નથી!
કોઈ વ્યક્તિ ને સમજવા માટે હમેશા ભાષા ની આવશ્યકતા નથી,
ક્યારેક તેનું વર્તન ઘણું બધુ કહી દે છે!
ધીરજ એ કડવી વસ્તુ છે,
પરંતુ તેના ફળ હંમેશા મીઠા જ હોય છે!
અષાઠ ચુકેલો ખેડૂત, ડાળી ચુકેલો વાંદરો, વૃક્ષથી ખરેલુ પાંદડુ
અને શાળાથી ભાગેલો વિદ્યાર્થી હંમેશા ૫સ્તાય છે!
આ પણ વાંચો: Romantic Shayari In Hindi | 179+ बेस्ट हिंदी में रोमांटिक शायरी
લોકો ના ઉઠાવેલા ચાર સવાલ થી હિમ્મત ના હારશો દોસ્તો,
કેમ કે ઘુંટણ છોલાયા વગર કોઈને સાઇકલ પણ નથી આવડતી!
જીવનમાં આગળ વધવા માટે પહેલાં તો
આપણે આપણામાં શ્રદ્ધા રાખવી જોઈએ તે પછી ઈશ્ચરમાં!
આ દુનિયા માં બધુજ કીમતી છે,
પરંતુ મળ્યા પહેલા અને ગુમાવ્યા પછી!
સમય આપણને શાણા બનાવે તે પહેલા જ,
સમયસર શાણા બની જવું જરૂરી છે!
સમય તમને રાજામાંથી રંક અને
રંકમાંથી રાજા બનાવી શકે છે!
આ પણ વાંચો: Motivational Shayari In Hindi | बेस्ट 150+ मोटिवेशनल शायरी हिंदी में
Gujarati Suvichar Short
તમારા સ્વભાવને હંમેશા સૂર્ય જેવો રાખો,
ન ઉગતા અભિમાન ન ડૂબવાનો ડર!
સરસ ને બદલે સરળ બનવાનો પ્રયત્ન કરીએ કારણ કે,
સરસ માત્ર આંખો સુધી પહોંચે છે જ્યારે સરળ હ્રદય સુધી!
જીવનમાં સંપત્તિ ઓછી મળશે તો ચાલશે,
બસ સંબંધ એવા કેળવો કે કોઈ એની કિંમત ના આંકી શકે!
યોગ્ય સમયે લેવામાં આવેલ કડવી ચુસકી
ઘણીવાર જીવનને મીઠી બનાવી દે છે!
જિંદગી માણસ ને ચાન્સ આપે છે,
માણસ ને ચોઈસ નથી આપતી!
આ પણ વાંચો: Emotional Shayari in Hindi | 200+ इमोशनल शायरी हिंदी में
માણસની દાનત ચોખ્ખી હોય તો,
ભગવાન કોઈ ને કોઈ રૂપમાં મદદ જરૂર કરે છે!
જીવનમાં ક્યારેય આશા ન ગુમાવો કારણ કે,
તમે ક્યારેય જાણતા નથી કે આવતીકાલ શું લાવશે!
ખોટી રીત અપનાવીને સફળ થવાથી ઘણું સારું છે,
સાચી રીત અપનાવીને નિષ્ફળ થઈ જવું!
જીવનમાં ક્યારેય કોઈની સાથે તમારી તુલના ન કરો,
તમે જે રીતે છો તે રીતે તમે શ્રેષ્ઠ છો!
લોકો જીવતા હોય ત્યાં સુધી અહીં કોસતા હોય છે,
માણસ સારો હતો એ સાંભળવા માટે મરવું પડે છે!
આ પણ વાંચો: Sad Quotes in Hindi | 211+ बेस्ट सैड कोट्स हिंदी में
Gujarati Suvichar For Students
તું ટોચ પર ગયાનો આનંદ છે મને પણ,
અફસોસ છે કે ત્યાંથી નાનો તને હું લાગ્યો!
સત્ય પર તમે ગમે તેટલા પડદા લગાવો,
તે એક દિવસ નગ્ન થઈ જાય છે!
કાં તો સાવ ઓગળી જવું, કાં તો સાવ ઠરી જવું,
પ્રેમ માં વચ્ચેના રસ્તા નથી હોતા!
સત્ય સુરજ જેવું હોય છે એ થોડીક વાર સંતાઈ તો શકે છે,
પણ એ રહે છે હંમેશા માટે!
મૃત્યુ પછી આપેલા વખાણ અને
દિલના દુઃખ પછી માંગેલી માફી આ બંનેનું કોઈ મહત્વ નથી!
આ પણ વાંચો: Love Status in Hindi | बेस्ट 179+ लव स्टेटस हिंदी में
સમયની જ વાત છે સારું ન હોય તો ધીરજ રાખો,
સારું હોય તો ઉપકાર માનો!
એકલા છો તો વિચારો પર નિયંત્રણ રાખો,
અને સૌની સાથે છો તો જીભ પર નિયંત્રણ રાખો!
પરિસ્થિતિઓ જેટલી જલદી તમને તોડે છે,
તેનાથી ઘણી વધારે તમને મજબૂત બનાવી દે છે!
પ્રેમ પણ કાંટા જેવો છે લાગ્યા પછી રાખીએ તો પણ દર્દ થાય,
અને કાઢીએ તો પણ દર્દ થાય!
દરેક વર્ષ જતા જતા બે વાત સમજાવતું જાય છે,
કોઈ કાયમી નથી ને જીવન આગળ વધતું જાય છે!
આ પણ વાંચો: Sad Shayari In Hindi | बेस्ट 200+ सैड शायरी हिंदी में
Short Suvichar In Gujarati
સંબધ એ નથી કે તમે કોની પાસે કેટલું સુખ મેળવો છો,
સંબધ તો એ છે કે તમે કોના વગર કેટલી એકલતા અનુભવો છો!
કિરણ ભલે સૂરજની હોય કે આશા ની,
એ આપણી જિંદગી માંથી અંધકારનો નાશ કરે છે!
દુનિયાનો કોઈપણ વ્યક્તિ બધા જ ગુણોથી ભરપૂર હોતો નથી,
એટલે અમુક ખામીઓ ને છોડી દો અને સંબંધો ટકાવી રાખો!
મેદાન પર હારેલો જીતી શકે છે,
પરંતુ જે વ્યક્તિ તેના મનમાંથી હારે છે તે ક્યારેય જીતી શકતો નથી!
જૂઠ પણ બહુ વિચિત્ર હોય છે,
તમે પોતે બોલો તો સારું લાગે, બીજા બોલે તો ગુસ્સો આવે!
આ પણ વાંચો: Love Shayari In Hindi | 201+ बेस्ट लव शायरी हिंदी में
યોગ્ય નિર્ણય લેવો એ આવડત નથી,
નિર્ણય લઈને તેને સાચો સાબિત કરવો આવડત છે!
એમ જ અમથો મીઠો નથી લાગતો ઘરનો રોટલો,
સાથે સાથે કોઈ લાગણીશીલ હાથનાં ટેરવાં પણ શેકાયા હોય છે!
બોલજો એવું કે પડઘા પડે, ઘા નહીં!
કદર હોય કે કિંમત બહાર ના જ કરે,
ઘર ના તો ખાલી સંભળાવે!
ખાલી ખરો નિર્ણય લઈ લેવો એમાં કંઈ હોશિયારી નથી,
પણ ખરા સમયે ખરો નિર્ણય લેવો એમાં હોશિયારીની વાત છે!
આ પણ વાંચો: Attitude Shayari in Hindi | 151+ बेस्ट ऐटिटूड शायरी हिंदी में
Life Success Gujarati Suvichar
સફળતા હાથની રેખાઓમાં નહીં,
માથા પર પરસેવાથી મળે છે!
લોકો કહે છે કે જિંદગી ફક્ત એકવાર મળી છે,
પણ જિંદગી નહીં મોત એકવાર મળે છે જિંદગી તો આપણને દરરોજ મળે છે!
પોતાના પર ભરોસો રાખજો,
અહીં સુધી આવ્યા છો તો આગળ પણ જશો!
જો તમે હારને કારણે પ્રયાસ કરવાનું બંધ કરો છો,
તો તે તમારી સૌથી મોટી હાર છે!
સમય, સત્તા અને સંપત્તિ ભલે આપણને સાથ ન આપે સાહેબ,
પણ સ્વભાવ, સમજદારી અને સાચો સબંધ હમેંશા સાથે રહે છે!
આ આંખોની નીચે જે કાળા ડાઘ છે,
એ નહી જીવાયેલી જીંદગી નો ભાગ છે!
મેં એને પૂછ્યું કેવી રીતે નીકળી જાય એક પળ માં જીવ,
એને ચાલતા ચાલતા પકડેલો હાથ છોડી દીધો!
બધી શબ્દોની જ રમત છે ભાઈ મીઠા શબ્દો દવાનું કામ કરે છે,
અને કડવા શબ્દો ઘા આપી જાય છે!
જો તમે વસ્તુઓને જોવાની રીત બદલો છો,
તો તમે જે જુઓ છો તે બદલાય છે!
જેઓ જોખમ લેવાનું જાણે છે,
તેઓ સફળતાના માર્ગમાં સૌથી આગળ હોય છે!
તક ની ખાસિયત એ છે કે,
એ આવે એના કરતા જતી રહે.ત્યારે વધુ કિંમતી લાગે છે!
જ્યારે દુનિયા આપણને કહે છે કે હાર માની લો,
તે સમયે આશા આપણને કાનમાં કહે છે ફરી એક વખત પ્રયાસ કરી લો!
ઇશ્વર માનવી ને લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો,
અને સહનશક્તિ કરતાં વધારે દુઃખ પણ નથી આપતો!
ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ છે પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ છે,
ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ છે!
જે લોકો પરસેવાની સહી થી પોતાના નસીબ લખતા હોય છે,
એમના નસીબના કાગળ કોઈ દિવસ કોરા રહેતા નથી!
Gujarati Suvichar Status
જીતવાની મજા ત્યારે જ આવે છે જ્યારે,
દરેક તમારા હારવાની રાહ જોઈ રહ્યા હોય!
જો તમે દરેક પરિસ્થિતિમાં ખુશ છો તો,
તમે દુનિયાના સૌથી ખુશ વ્યક્તિ છો!
જેવા છો તેવા જ રહો કેમ કે,
ઓરીજનલ ની કિંમત ઝેરોક્ષ કરતા વધુ હોય છે!
માણસોના પણ દસ્તાવેજ બનાવવાં જરૂરી છે,
ઘણીવાર માણસ બહારથી આપણો અંદરથી બીજાનો નીકળે છે!
જીવનમાં સંપતિ ઓછી મળશે તો ચાલશે સાહેબ,
બસ સંબંધ એવા મેળવો કે કોઈ એની કિંમત પણ ના કરી શકે!
બીજા નુ પાણી ત્યારે જ માપવુ,
જ્યારે ખુદ ને તરતા આવડતુ હોય!
દરેક વૃક્ષ ફળ આપે એ જરૂરી નથી,
અમુક વૃક્ષો ફળ નહીં પણ ઠંડો છાંયો આપે છે!
માત્ર સપના જોવાથી કંઈ થતું નથી,
સફળતા પ્રયાસોથી મળે છે!
જે વ્યક્તિ સારું કામ કરે છે તે ક્યારેય આદરનો ભૂખ્યો નથી હોતો,
તેનું કામ જ તેને સન્માનને પાત્ર બનાવે છે!
પરીપક્વતા એ નથી કે તમે મોટી મોટી વાતો કરો,
પરીપક્વતા એ છે કે તમે નાનામાં નાની વાત સમજો!
Motivation Suvichar Gujarati
માણસ તો જોઇએ તેટલા મળે છે પરંતુ,
જોઇએ તેવા ભાગ્યે જ મળે છે!
પોતાની જાત પર વિશ્વાસ રાખો સાહેબ, એક દિવસ એવો પણ,
આવશે જયારે ઘડિયાળ બીજાની હશે અને સમય આપણો હશે!
લાખ રૂપિયા ની ઘડિયાળ ભલેને આપણા હાથમાં હોય,
પણ સમય તો પ્રભુ ના હાથમાં જ છે!
ધીરજ અને સત્યતા આ બંને એવી વસ્તુઓ છે,
જે તમને ક્યારે પણ કોઈની નજરોમાં કે કોઈના પગમાં પડવા નહીં દે!
જીવન એવી રીતે જીવવું કે,
લોકો વિચારી બેસે આને કઈ વાતનું આટલું સુખ છે!
કોઈના ગુસ્સાને તેની નફરત ન સમજો કારણ કે,
ગુસ્સો તે જ કરે છે જે તમારી કાળજી રાખે છે!
જીવનમાં થતી બધી ભૂલોમાંથી અડધી ભૂલો
માત્ર એક વસ્તુ ને કારણે થાય છે અને એ છે લાગણી!
ઘણો બધો ફેરફાર આવ્યો છે મારા જીવનની રીત માં,
પણ હજુ કોઇ ને ભુલવાની આદત નથી મારા સ્વભાવ માં!
અમુકવાર શું બોલવું એના કરતાં શું ન બોલવું,
તેનું જ્ઞાન સંબંધો સાચવી રાખે છે!
જે માણસ તમને રડવા માટે ખભો આપે છે ને સાહેબ,
એ જ માણસ પાસે રડવા માટે કોઈનો ખભો નથી હોતો!